ગુજરાતી અને હિન્દી ભાષામાં સમાંતર રીતે સાહિત્યસર્જન કરતા જાણીતા સાહિત્યકાર દિનેશ દેસાઈએ લખેલાં કાવ્યો અહીં રજૂ કરવાનો ઉપક્રમ છે. ગુજરાતી અને હિન્દી ભાષામાં તેઓના પ્રથમ ગઝલસંગ્રહ ૧૯૮૮માં પ્રગટ થયા હતા. કવિતા, વાર્તા, લલિત નિબંધ, લઘુનવલ, નવલકથા, અવલોકનવિવેચન, ગ્રાહક સુરક્ષા, પર્યાવરણ અને કારદિર્દી માર્ગદર્શન વિષયક મળીને અત્યાર સુધીમાં તેઓના 50 પુસ્તકો પ્રગટ થઈ ચુક્યાં છે. ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે તેઓ છેક ૧૯૮૯થી પ્રવૃત્ત છે.
Monday, August 1, 2016
આગની પાછળ રવાની હોય છે - દિનેશ દેસાઈ
એક ગઝલ – દિનેશ દેસાઈ
આગની પાછળ રવાની હોય છે,
ને અસર પાછી હવાની હોય છે. 0
ખૂબસૂરત જે જવાની હોય છે,
આખરે એ પણ જવાની હોય છે. 0
કેટલી ઘાતક જવાની હોય છે,
તે છતા એ પામવાની હોય છે. 0
સ્પર્શ જાણે રક્તની ટશરો ફૂટે,
ઉઝરડામાં મ્હેરબાની હોય છે. 0
એ હવેલી રાતમાં ખાલી થશે,
જાત જાણે કાફલાની હોય છે. 0
રાત, આખી રાતનો ઉજાગરો,
એટલે કે રાતરાણી હોય છે. 0
નામ એણે ક્યાં કહ્યું’તું છેક લગ,
પણ મજા તો ધારવાની હોય છે. 0
રોજ એના નામનો આ તાવ છે,
ક્યાં અસર કોઈ દવાની હોય છે? 0
દિલ પછી ઈંધણ તરીકે ચાલશે,
તાપણી કેવી મજાની હોય છે. 0
રોજની આ રાહ જોવાની રસમ,
બીક એના રુઠવાની હોય છે. 0
પ્હેલ એની, તે છતા વાંકી નજર,
ભૂલ જાણે છોકરાની હોય છે. 0
ક્યાં હજૂરીથી તમે છૂટી શકો?
વાત એની માનવાની હોય છે. 0
આંગળીથી વેગળા નખ કાયમી,
આસમાની સુલતાની હોય છે. 0
0000000000000000000000000
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment