ગુજરાતી અને હિન્દી ભાષામાં સમાંતર રીતે સાહિત્યસર્જન કરતા જાણીતા સાહિત્યકાર દિનેશ દેસાઈએ લખેલાં કાવ્યો અહીં રજૂ કરવાનો ઉપક્રમ છે. ગુજરાતી અને હિન્દી ભાષામાં તેઓના પ્રથમ ગઝલસંગ્રહ ૧૯૮૮માં પ્રગટ થયા હતા. કવિતા, વાર્તા, લલિત નિબંધ, લઘુનવલ, નવલકથા, અવલોકનવિવેચન, ગ્રાહક સુરક્ષા, પર્યાવરણ અને કારદિર્દી માર્ગદર્શન વિષયક મળીને અત્યાર સુધીમાં તેઓના 50 પુસ્તકો પ્રગટ થઈ ચુક્યાં છે. ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે તેઓ છેક ૧૯૮૯થી પ્રવૃત્ત છે.
Thursday, May 4, 2017
🌸 એક ગઝલ ~ દિનેશ દેસાઈ 🌸
એક ગઝલ ~ દિનેશ દેસાઈ
હું નૈ પુછું "કેમ?"
બસ, તું કહે એમ.
ના મૂલ બદલાય,
છે હેમનું હેમ.
તારું કહ્યું થાય,
ના કૈં રહે વ્હેમ.
જેવું હતું એ જ -
છે જેમનું તેમ.
ઓ જિંદગી ચાલ,
કરતો રહું પ્રેમ.
Subscribe to:
Posts (Atom)