ગુજરાતી અને હિન્દી ભાષામાં સમાંતર રીતે સાહિત્યસર્જન કરતા જાણીતા સાહિત્યકાર દિનેશ દેસાઈએ લખેલાં કાવ્યો અહીં રજૂ કરવાનો ઉપક્રમ છે. ગુજરાતી અને હિન્દી ભાષામાં તેઓના પ્રથમ ગઝલસંગ્રહ ૧૯૮૮માં પ્રગટ થયા હતા. કવિતા, વાર્તા, લલિત નિબંધ, લઘુનવલ, નવલકથા, અવલોકનવિવેચન, ગ્રાહક સુરક્ષા, પર્યાવરણ અને કારદિર્દી માર્ગદર્શન વિષયક મળીને અત્યાર સુધીમાં તેઓના 50 પુસ્તકો પ્રગટ થઈ ચુક્યાં છે. ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે તેઓ છેક ૧૯૮૯થી પ્રવૃત્ત છે.
Wednesday, August 27, 2014
હૃદયની છાપ – દિનેશ દેસાઈ
એક ગઝલ
કોણ માપે છે હૃદયની છાપને ?
કોણ પૂછે લાગણીની જાતને ?
બ્હારનો દેખાવ હોવો જોઈએ,
સૌ જુએ છે ફક્ત ભપકા-ઠાઠને.
આંખમાં આંખો પરોવી જોઈ લો,
તારવીને આપશે એ સાચને.
એ ગમે ત્યારે’ય ચઢશે છાપરે,
ક્યાં સુધી ઢાંકી શકો છો પાપને ?
એ જ મારે, એ જ તારે છે સમય,
કોઈ ભૂંસી ના શકે એ શાપને.
Subscribe to:
Posts (Atom)